અબુધાબી: વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અબુ ધાબીમાં થઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશન (ઓઆઈસી)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. અત્રે જણાવવાનું કે સ્વરાજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવ વચ્ચે આ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. તેમણે ભાષણની શરઈઊતમાં ભારતને બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવવા બદલ યુએઈનો આભાર વ્યક્ત કર્યો. સુષમાએ પોતાના ભાષણમાં આતંકવાદનો પણ ઉલ્લેખ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે પાકિસ્તાન પર નિશાન સાંધતા તેમણે કહ્યું કે જો આપણે માનવતાને બચાવવા માંગતા હોઈએ તો આતંકવાદને શરણ અને ફંડિંગ આપનારા દેશોને કહેવું પડશે કે તેઓ પોાતના ત્યાં આતંકી કેમ્પોને નષ્ટ કરે. આ સાથે જ પોતાના ત્યાં ઉછરતા આતંકી સંગઠનોને ફંડિંગ ઉપલબ્ધ થતું પણ બંધ કરે. 


સંબોધનના મુખ્ય અંશો...
- તેમણે કહ્યું કે વર્ષ 2019 ભારત માટે મહત્વપૂર્ણ વર્ષ છે. આઈઓસી આ વર્ષે પોતાની સિલ્વર જ્યુબિલી મનાવી રહ્યું છે. આ જ વર્ષને ભારત મહાત્મા ગાંધીની 150મી જયંતી વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. 
- ભારતની અર્થવ્યવસ્થા હાલ વૈશ્વિક અર્થવ્યવસ્થાનો ભાગ બની રહી છે. વિશ્વમાં ખાસ કરીને દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં આતંકવાદ ફેલાઈ રહ્યો છે. તેનાથી લોકો જીવ ગુમાવી રહ્યાં છે. 
- ઓઆઈસીમાં પહેલીવાર ભારતને મુખ્ય અતિથિ બનવાનું સન્માન મળ્યું છે. 
-હું અહીં અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 1.3 અબજ ભારતીયો કે જેમાં 18.5 કરોડ મુસ્લિમ ભાઈ બહેનો સામેલ છે, તેમની શુભકામનાઓ લઈને આવી છું. અમારા મુસ્લિમ ભાઈ બહેનો ભારતની વિવિધતા છે.
- ઓઆઈસીમાં પહેલીવાર ભારતને મુખ્ય અતિથિ બનવાનું સન્માન મળ્યું છે. 
- ભારત વિવિધતાઓનો દેશ છે. 
- અમે બ્રુનેઈથી લઈને અફઘાનિસ્તાન સુધી મજબુત સંબંધો રાખીએ છીએ.- અમે અનેક મધ્ય એશિયાઈ દેશો સાથે નીકટના સંબંધો ધરાવીએ છીએ. 
- માનવતાના મૂલ્યો સાથે અમે સાથે મળીને કામ કરીએ છીએ. ભારતની ઈકોનોમી આગળ વધી રહી છે. તેનાથી દેશો સાથે સંબંધ ગાઢ બની રહ્યાં છે. ડિજિટલ પાર્ટનરશીપ ભવિષ્ય નક્કી કરી રહી  છે. 
- ભારત આતંકવાદ સામે ઝઝૂમી રહ્યો છે. આતંકવાદનો દંશ વધી રહ્યો છે. સાઉથ ઈસ્ટ એશિયામાં આતંકવાદ અને અતિવાદ એક નવા સ્તરે છે. 
- આતંકવાદ સામેની લડાઈ કોઈ ધર્મ વિરુદ્ધ લડાઈ નથી. અલ્લાહનો અર્થ શાંતિ છે.



- આતંકવાદને સંરક્ષણ અને શરણ આપનારા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આતંકી સંગઠનોનું ફંડિંગ રોકવું જોઈએ. ઈસ્લામ શાંતિ શીખવાડે છે. 
- સંસ્કૃતિઓનું સંસ્કૃતિઓ સાથે સમાગમ થવો જોઈએ. ભારત ખરીદ ક્ષમતાના આધારે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 
- ભારતના પૂર્વી બ્રુનેઈ, ઈન્ડોનેશિયા, મલેશિયા, ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીના મહત્વપૂર્ણ સ્તંભ છે. 
- ભારતમાં દરેક ધર્મ, સંસ્કૃતિનું સન્માન થાય છે. આ જ કારણે ભારતના બહુ ઓછા મુસ્લિમો ઝેરીલા દુષ્પ્રચારથી પ્રભાવિત થયા છે. અહીં ભેગા થયેલા લોકોથી ભાષા અને સંસ્કૃતિની વિવિધતા દેખાય છે. 
- આ એક સંયુક્ત આસ્થાઓ ધરાવતું સંગઠન છે. ભારત ઓઈસીનું વિશ્વ દ્રષ્ટિએ સમર્થન કરે છે. અમે સુરક્ષા પર સંયુક્ત વિચારો રજુ કરીએ છીએ. 


પાકિસ્તાને ન લીધો ભાગ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તનાતની વચ્ચે ઈસ્લામી સહયોગ સંગઠન (OIC)ના દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજને 'વિશેષ અતિથિ' તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં છે. વિદેશ મંત્રીઓની આ 46મી બેઠકમાં સામેલ થવા માટે સુષમા સ્વરાજ અબુધાબી પહોંચી ગયા છે. આ બધા વચ્ચે એવા અહેવાલ છે કે પાકિસ્તાન આ બેઠકનો બહિષ્કાર કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે તેઓ આ બેઠકમાં સામેલ થશે નહીં. 


શાહ મહેમૂદ કુરેશીએ આ મામલે પાકિસ્તાનની સંસદમાં નિવેદન આપ્યું કે તેમણે યુએઈ પાસે સુષમા સ્વરાજને આપેલુ નિમંત્રણ પાછું ખેંચવાની માગણી કરી હતી પરંતુ તેમણે ઈન્કાર કરી દીધો. કુરેશીએ સંસદમાં કહ્યું કે મેં તેમને સુષમા સ્વરાજને આપેલા નિમંત્રણ પર પુર્નવિચાર કરવા જણાવ્યું હતું. જેના પર યુએઈએ કહ્યું કે પુલવામા હુમલો નહતો થયો તે અગાઉ સુષમા સ્વરાજને આમંત્રણ અપાઈ ગયું હતું. હવે સુષમા સ્વરાજ પાસેથી આમંત્રણ પાછું ખેંચવું એ  તેમના માટે  શક્ય નથી. 


એએનઆઈના જણાવ્યાં મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું કે હું સુષમા સ્વરાજને અતિથિ બનાવાયા બાદ સિદ્ધાંતિક રીકે વિદેશ મંત્રીઓની પરિષદમાં ભાગ લઈશ નહીં. અત્રે જણાવવાનું કે ઓઆઈસી એ 57 દેશોનો એક પ્રભાવશાળી સમૂહ છે. એવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ભારતને ઓઆઈસીની બેઠકમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યું છે. સુષમા સ્વરાજ આ બે દિવસના સંમેલનમાં ભાગ લેશે.